Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

Share

ભરૂચની દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 સભ્યોની જોગવાઈ છે. જે પૈકી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેથી વર્તમાન પ્રમુખ ધનશ્યામ પટેલનું પ્રમુખપદ ફરી એક ટમ માટે નિશ્ચિત થઈ ચૂકી છે. દૂધધારા ડેરીનું સુકાન વર્ષોથી ચેરમેન ધનશ્યામ પટેલ સંભાળી રહ્યા છે ત્યારે દૂધધારા ડેરી દિનપ્રતિદિન પ્રગતિનાં પંથે જણાય રહી છે. નવા પ્લાન્ટની સાથે વેચાણની મહત્વની કામગીરીમાં સફળતા ઉપરાંત મિલ્ક પ્રોડકટમાં રબડી અને અન્ય ઉત્પાદનોની પણ શરૂઆત કરતાં ડેરી વિકાસનાં પંથે આગળ વધી રહી છે ત્યારે ફરી એકવાર ભરૂચ જીલ્લા દૂધ ઉત્પાદક સંધ લિમિટેડ દૂધધારા ડેરી કે જેનુ કાર્યક્ષેત્ર ભરૂચ અને નર્મદા જીલ્લામાં છે. તેનું સુકાન ધનશ્યામ પટેલનાં હાથમાં રહે તેવી સંભાવના જણાય રહી છે. એક બેઠકની ચૂંટણી તા.4 સપ્ટેમ્બર નાં રોજ યોજાશે તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો…

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા – ફ્રી ઇન્ડિયાની થીમ સાથે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

નડિયાદ : ઓનલાઇન શિષ્યવૃત્તિ કામગીરી મોનીટરીંગ અને માર્ગદર્શન માટે સંકલન મીટીંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!