Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારે વરસાદનાં પગલે દૂધધારા ડેરી નજીકની ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ.

Share

ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલ દૂધધારા ડેરી નજીકની ઇન્દિરા આવાસ તરીકે ઓળખાતી મકાન યોજના નજીકની ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વરસાદનાં સમયે ભોલાવ વિસ્તારનાં પાણીનાં નિકાલની સમસ્યા વર્ષોથી ચાલી રહી છે ત્યારે નવા નવા બાંધકામો બંધાતા પાણીનાં નિકાલ અંગે અવરોધ સર્જાયા છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા ગટરો ઉભરાતા ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં લોકો સડક પર આવી ગયા હતા. વરસાદ રોકાય જતાં પણ ભોલાવ વિસ્તારમાંથી ઝડપથી પાણીનો નિકાલ થતો નથી જેના પગલે રહીશોએ વ્યાપક ફરિયાદ કરી હોવા છતાં કોઇ કાયમી ઉકેલ આવ્યો નથી. હાલ ઝુંપડપટ્ટીનાં રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં સેલોદની યુવતી સી.એ બનતા તાલુકાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

રાજ્યમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૩૦ હજાર જેટલી શાળાઓને આવરી લેવાઇ.

ProudOfGujarat

ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!