ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને ઢોર માર માર્યો હતો જેથી યુવતી 14 દિવસ હોસ્પિટલમાં સારવાર રાખ્યા બાદ એ યુવતીનો મોત નીપજ્યું હતું. ત્યારે આ દુઃખદ ઘટનાનું રોષ સમગ્ર ભારતમાં ભભૂકી ઉઠયો છે ત્યારે હું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પ્રમુખ નિલય ચૌહાણ મારી માંગ છે કે આવા ચાર નરાધમોને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમને ફાંસી આપવી જોઇએ જેથી આવા અસામાજીક તત્વો બીજી કોઈ બહેન કે મા દીકરીને ગેંગરેપનો ભોગ બની શકે તથા ઉત્તર પ્રદેશના જે પણ અધિકારી પીડિત પરિવારને મનીષાબેન વાલ્મીકિને ચહેરા પર ન જોવા પીડિત પરિવારને ઘરોમાં કેદ કરી મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મીકિને અગ્નિ સંસ્કાર કરી એવા અધિકારી તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ સાથે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને મારી નમ્ર અરજ છે કે આવા લોકોને તાત્કાલિક ધોરણે ધરપકડ ફાંસીની સજા થાય એવી માંગ છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદના ભારત સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પ્રમુખ નિલય કુમાર ચૌહાણ હું આશા રાખું છું કે અનુસૂચિત જાતિ પર વારંવાર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે આવા અત્યાચારો રોકવા માટે કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બનાવે નહીં તો સરકાર પરથી ભરોસો ઉઠી જશે અને ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચારે નરાધમોને જાહેરમાં ફાંસી કરવામાં આવે એવી અમારી માંગ છે જેથી કરીને મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મિકીને ન્યાય મળે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણના પરિષદના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ કાંતિલાલ ભાઈ પરમારને ગુજરાત અધ્યક્ષ આશિષભાઈ મહેતા અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત માંગરોળ તાલુકાના પ્રમુખ નિલય કુમાર ચૌહાણ, માંડવી તાલુકાના રોહિત સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.
માંગરોળ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ.
Advertisement