Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતી રેલ્વે લાઇન પર અવારનવાર માનવીઓ અડફેટે આવતા મોત થયા હોવાના બનાવો બની રહ્યા છે. હાલ જયારે ઉતારુ ટ્રેનો બંધ છે એવાં સમયે પણ ટ્રેનની અડફેટે આવનારા અને મોત પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજરોજ અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે આવતા એક યુવાનનું મોત નીપજયું હોવાનું જાણવા મળેલ છે. જોકે રેલ્વે પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મોત નીપજેલ યુવાનનું નામ બિટ્ટુ મનમોહનસીંગ કોહલી ઉં.48 રહે. ભાવનાફાર્મ, રાજપીપળા રોડ, પટેલ નગરની સામે હોવાનું જણાયું હતું. યુવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ટ્રકના ચાલકે ટેન્કરમાં અકસ્માત સર્જતા ટેન્કર ચાલકનું મોત

ProudOfGujarat

વડોદરા કરજણ ઘાવટ ચોકડી જી.ઇ.બી પાસે બે બાઈકો વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ચોકડી પાસે કન્ટેનર ફસાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!