Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખરચી વિસ્તારમાં આવેલ કંપનીઓએ કેમિકલયુક્ત પાણી છોડતા માછલા મરી ગયા જી.પી.સી.બી એ તપાસનો આરંભ કર્યો

Share

ખરચી તેમજ ઝઘડીયા તાલુકાના અન્ય વિસ્તારોમાં આવેલી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી બે જવાબદારી પૂર્વકનું વલણ દર્શાવી છોડી મુકવામાં આવે છે. આવું પ્રદૂષિત પાણી ખાડીના પાણી સાથે ભરી જતા સમગ્ર ખાડીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. આવી ઘટના વારંમવાર બનતી હોવાથી લોકોમાં કંપનીઓ તેમજ જી.પી.સી.બી સામે રોષની લાગણી જણાઈ રહી છે. તાજેતર માં આવું જ પાણી ખાડી અને ખેતરોમાં ભરાઈ જતા ખેતીની જમીનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમજ ખાડીના પાણીમાં પ્રદૂષિત પાણી મળતા મોટી સંખ્યામાં માછલાં ઓના મોત નીપજ્યા છે. આ અંગે જી.પી.સી.બી ના કર્તાહર્તા
ઓને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને પ્રદૂષિત પાણી ના સેમ્પલ લીધા હતા.આ બનાવ અંગે જી.પી.સી.બી કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે બ્લાસ્ટ થતા કંપની આગની જ્વાળામાં હોમાઈ જવા પામી હતી.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે આંકડાના જુગાર રમતા બે ઇસમોને ઝડપી લીધા.

ProudOfGujarat

અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલ પુષ્પા જે શાહની કંપનીમાં કામ દરમ્યાન JCB ચાલકે JCB રિવર્સ લેતા 7 મહિનાનાં બાળક ઉપર ટાયરો ફરી વળતાં બાળકનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!