Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2593 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા.23-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 14 દર્દીઓ વધતાં કુલ આંક 2593 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસની વિગત જોતાં ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 3, વાલિયામાં 1, વાગરામાં 1, ઝધડીયામાં 2 નોંધાયા છે. ભરૂચ જીલ્લામાં 2593 પોઝીટિવ કેસ પૈકી 2388 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 182 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

દરિયાની સપાટી વધતા આ વિસ્તારોમાં જોખમ, 537 કિમી જમીનમાં પાણી ઘૂસ્યા

ProudOfGujarat

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 3200 મતદાર નોંધાયા.

ProudOfGujarat

પગપાળા સંઘને ભરૂચ નજીક અકસ્માત નડ્યો,એક નું મોત ત્રણ ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!