Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે અંબાજી મંદિરનાં પટાંગણમાં રંગ અવધૂત મંદિરમાં પાદુકા પૂજનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજન મુકુંદભાઈ ખેંગાર પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો.

સોમવતી અમાસે દેવાધિદેવ મહાદેવની કૃપા પામવાનો અવસરઅને સૂર્યગ્રહણ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ હોય ત્યારે રામેશ્વર મહાદેવ વાંકલ અને પાનેશ્વર મહાદેવ (પાનેશ્વર ફળિયું ) મંદિરે મહાદેવને રિઝવવા પરિણીત મહિલાઓ દ્વારા પીપળાના વૃક્ષની દૂધ, જળ, ફૂલ અને ચંદનથી પૂજા કરી વૃક્ષની ચારે બાજુ સુતરનો દોરો લપેટીને પરિક્રમાં કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. પુરાણોમાં વણિત છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ શુભ માનવામાં આવે છે.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અનુપ્રયાસ અને સમર્થનમ ટ્રસ્ટની ભાગીદારીમાં ભારતમાં 30 રેલવે સ્ટેશનોને દિવ્યાંગ સુલભ બનાવશે.

ProudOfGujarat

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

ProudOfGujarat

મહારાષ્ટ્રની 3 સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ 72 કલાકની હડતાળ પર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!