Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઓ.બી.સી. મોરચાનાં પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો.

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને આગામી દિવસોમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજપીપળા શહેરમાં કોંગ્રેસનાં ઓ.બી.સી. પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરતા રાજપીપળા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 03-02-2021 ના રોજ રાજપીપળા શહેરનાં પંચવટી મહાદેવ મંદિર ખાતે નર્મદા જિલ્લા ભાજપાનાં પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવાનાં અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. મોરચાના પ્રમુખ જયભાઈ પંચાલ, ભદ્રેશભાઈ વસાવા, પંચાલ નૈમિશાબેન જયદિપભાઈ પાટણવાડીયા ગીતાબેન પાટણવાડીયા, અમિશાબેન વસાવા, વિકેશભાઈ માછી તથા અન્ય બીજા 100 કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો. જય પંચાલ કોંગ્રેસનાં ઓ. બી. સી. નાં પ્રમુખે જણાવ્યું હતું કે મને રાજપીપળાનો વિકાસ જોવાયો એટલે હું ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

આશ્રમ શાળા સામરપાડાના વિદ્યાર્થીઓએ ખો-ખોમાં તાલુકા કક્ષાએ રચ્યો ઇતિહાસ

ProudOfGujarat

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

વડોદરા : કિશન ભરવાડના હત્યારાઓનું એન્કાઉન્ટર કરવા કોંગ્રેસના ઉપપ્રમુખએ કર્યો અનોખો વિરોધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!