Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર ને. હા. 48 પર આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિને ગંભીર ઇજા…

Share

ને.હા. 48 પર નબીપુર ખાતે ઝનોર ચોકડી ઓવર બ્રિજ ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર એક આઇસર ટેમ્પો જેનો નંબર MH 14 HG 2072 બપોરના સુમારે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતી ટ્રક નંબર GJ 12 AT6182 એ આઇસર ટેમ્પો જોડે પાછળથી ધડાકાભેર અથડાતાં ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો બ્રિજની દીવાલ સાથે અથડાયો હતો જેમા ટેમ્પા ચાલક પોતાની સીટ ઉપર ફસાઈ ગયો હતો.

આ સમયે ટ્રાફિક જામ થઈ ગયો હતો નબીપુર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલ ટેમ્પા ચાલકને બહાર કાઢી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કર્યો હતો. પોલીસે આ દરમ્યાન ટ્રાફિકને પણ હળવો કરી પૂર્વવત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે ગુપ્તી અને ચપ્પુથી હુમલો કરી મારી નાંખવાની કોશિશ કરાતા પોલીસમાં ફરિયાદ.

ProudOfGujarat

કાપડ પર GST વધારો મોકૂફ થતાં સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!