Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ, પ્રમુખ તરીકે કામિક્ષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે બિનિતાબેન પટેલની વરણી કરાઈ હતી.

Share

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરજણ તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવતા ગુરુવારનાં રોજ કરજણ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ – ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કામીક્ષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે બીનીતાબેન પટેલની સર્વાનુમતે જાહેર થયા હતા.

ચૂંટણીની પ્રક્રિયા બાદ નવનિયુક્ત તાલુકા પંચાયતનાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખને સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ચૂંટણીની પ્રકિયા કરજણ પ્રાંત અધિકારી, કરજણ મામલતદાર તેમજ કરજણ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સંપન્ન થઈ હતી.

ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ તાલુકા પંચાયત કચેરી બહાર સમર્થકોએ આતશબાજી કરી હતી. ધારાસભ્ય અક્ષય પટેલે કરજણ તાલુકાના વિકાસ કાર્યોને આગળ ધપાવવા ખાત્રી આપી હતી. તાલુકા પંચાયત કચેરી બહાર તથા તાલુકા પંચાયત કચેરી અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાનાં વિવિધ ગામોમાં મેલેરીયા શાખા દ્વારા સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

કરજણ પોલીસ સ્ટેશનમાં મહિલાનાં ફોટો અને વીડિયો વાઇરલ કરનાર આરોપીને કોરોના પોઝીટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!