Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં અધિક મેજિસ્ટ્રેટ જે.ડી પટેલે હોળી-ધુળેટીનાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો.

Share

ભરૂચ જિલ્લામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૮-૦૩-૨૦૨૧ થી તા.૨૯-૦૩-૨૦૨૧ નાં રોજ હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમ્યાન લોકો એકબીજા પર અબિલ, ગુલાલ નાંખી આ પર્વ ઉત્સાહથી ઉજવે છે. હોળી-દહનનાં કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજીકોએ તકેદારી રાખવાની રહેશે, હોળીના દિવસે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. વધુમાં, ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. ધૂળેટીના દિવસે અમુક લોકો દ્વારા ઝટપટ પાવડર જેવા કેમીકલ્સનો છૂટથી ઉપયોગ કરે છે. ઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમીકલ્સ તથા અન્ય કેમીકલ્સથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે તેમજ જાહેર રસ્તાઓ પર ધૂળેટીનો પર્વ ઉજવવાથી ટ્રાફીકને પણ અડચણ થાય છે. જેથી ધૂળેટીનાં દિવસે ઝટપટ પાવડર જેવા શરીરને નુકશાન કરતાં કેમીકલ્સનો ઉપયોગ કરવા પર તથા જાહેર રસ્તાઓ પર ધૂળેટી રમવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે. આ ઉપરાંત કેટલાંક લોકો ઉપર બળજબરીપૂર્વક રંગ તથા કીચડ છાંટવામાં આવે છે.

અહીં નોંધનીય છે કે વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એક વખત માથું ઊંચકયુ છે ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિતનાં રાજયોમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે આથી આ વર્ષે હોળીનાં તહેવારોમાં ગુજરાત સરકારની ગાઈડલાઇન અનુસાર ભીડભાડ ભેગી ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે આથી આ વર્ષે ગુજરાતનાં વિવિધ જીલ્લામાં હોળીની ઉજવણી સાદગી પૂર્વક કરવાનું હુકમનામુ સ્વીકારવું આવશ્યક છે.

Advertisement

Share

Related posts

જન્મ- મરણના નવા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા અંગે શહેરના હોસ્પિટલોના ડોક્ટર – સ્ટાફ માટે તાલીમ

ProudOfGujarat

ઝઘડિયામાં ડમ્પર ચાલક પર અમાનૂસી અત્યાચારનો આરોપ, ધારાસભ્યના પુત્ર સહિત પાંચ સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના વિરોધ પ્રદર્શનમાં કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!