Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રામ પંચાયત ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૨૦ ચાલુ,બાકીમાં પાણી સુકાયા

Share

*૩ કુવામાં પાણીના સ્તર ભુગભૅમાં ઉતળ્યા,ગ્રામજનોને પીવાના પાણીની તંગીના અણસાર,
*૩૫૦ ફુટ બોર કરવાની મંજુરી મળે છે,પરંતુ ૭૦૦-૯૦૦ ફુટે માંડ-માંડ પાણી મળે છે,

નેત્રંગ ગ્રા.પંચાયતના ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી ૧૨૦ ચાલુ છે,બાકીમાં પાણી સુકાતા પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે,

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની સિઝનમાં ભારે ગરમીના પ્રકોપના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે,નેત્રંગ તાલુકામાં નદી-નાળા,તળાવ,ચેકડેમ,બોર અને કુવામાં પાણીના સ્તર ભુગભૅમાં ઉતરી જતા સિંચાઈ-પીવાના પાણીની સમસ્યાઓ પ્રકાશમાં આવી રહી છે,જેમાં નેત્રંગ તાલુકા મથકના જીનબજાર,જવાહર બજાર,ગાંધીબજાર અને લાલમંટોડી વિસ્તાર સહિત સમગ્ર ગામમાં વસવાટ કરતાં રહીશોમાં પીવાના પાણી બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે,જેમાં નેત્રંગ ગ્રા.પંચાયત હસ્તક ૧૩૦-૧૩૫ બોર-મોટર છે,જે માંથી માંડ ૯૦-૧૦૦ બોર-મોટર ચાલુ છે,જ્યારે ૬૦ હેન્ડપંપમાંથી માત્ર ૪૦-૪૫ હેન્ડપંપમાંથી પાણી નીકળે છે,અને ગ્રા.પંચાયતના ૩ કુવામાં પણ પાણીનાા સ્તર ભુગભૅમાં ઉતરી જવાથી આવનાર ટુંક સમયમાં જ નેત્રંગ ગામમાં પીવાના પાણી બાબતે કકળાટની સાથે ગ્રા.પંચાયતના સતાધીશો અને રહીશો વચ્ચે ઘષૅણના એંઘાણ જણાઇ રહ્યા છે,

જ્યારે બીજી બાજુએ નેત્રંગ વિસ્તારમાં ઉનાળાની ભયંકર ગરમીના કારણે પાણી સ્તર તેજગતિએ ભુગર્ભમાં ઉતરી રહ્યા છે,અને બોર-મોટર,કુવામાં પાણીની અછત જણાઈ રહી છે,જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જવાબદાર વિભાગ ધ્વારા માત્ર ૩૫૦-૪૦૦ ફુટ બોર કરવાની મંજુરી મળે છે,પરંતુ નેત્રંગ ગામમાં ૭૦૦-૯૦૦ ફુટે માંડ-માંડ પાણી મળતું હોય છે,તેવા સંજોગોમાં મોટેભાગના બોર-મોટર શોભાના ગાઠીયા બની ગયા છે,નાણાને વેડફાટ થાય છે,જેથી આગામી ટુંક સમય જવાબદાર વિભાગના અધિકારીઓ અને ગ્રા.પંચાયતના સતાધીશો પાણીના ટેન્કર મારફતે જરૂરીયાતમંદ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે,અને બોર-મોટરનું પાણી કુવામાં નાખીને પાણીનો જથ્થો સંગ્રહ કરીને ઘરદીઠ પહોંચાડવામાં તેવી લોકમાંગ ઉઠી છે.


Share

Related posts

સુરતની કામરેજ તાલુકાની ખોલવડ પ્રાથમિક શાળાની 125 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

ભરૂચમાં ફરી એકવાર ખૂની ખેલ સર્જાયો : વાહન હટાવવા બાબતે ઝઘડો થતા પાડોશીએ જ ચપ્પુના ઘા માર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!