Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

Share

હાલનાં સમયમાં વૈશ્વિક મહામારી કોરોના કુદકેને ભૂસકે વધતી જાય છે. ગુજરાત રાજયમાં કોવિડ-19 નાં કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેવામાં ભરૂચ જીલ્લામાં પણ કોવિડ-19 નાં કેસો વધી રહ્યા છે જેને અનુલક્ષીને ભરૂચ જીલ્લા આહીર સમાજ દ્વારા હંગામી ધોરણે રંગુન જનરલ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે.

ભરૂચનાં આહીર સમાજનાં અગ્રણીઓની આજે એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સમાજનાં ભામાશા દ્વારા કોવિડ કેર સેન્ટરનો અને સમાજનાં જરૂરિયાતમંદ પરિવારમાં જો કોરોના પોઝીટિવ થાય કે કોઈ વ્યક્તિને ઓક્સિજન બેડ કે વેન્ટીલેટરની જરૂર પડે તો ભરૂચ તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો રંગુન જનરલ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. અહીં દર્દીને આઇસોલેશનની પણ સગવડ આપવામાં આવશે. આહીર સમાજનાં યુવકો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ખાતે બીટીપી અને ભાજપી નેતાઓના પુત્રો વચ્ચે થયેલ મારામારીના સોસીયલ મીડિયામાં ઘેરા રાજકીય પ્રત્યાઘાત.

ProudOfGujarat

સુરતનાં પુણામાં પાલિકા દ્વારા મંદિરનું ડિમોલીશન કરતાં સ્થાનિકોનો હોબાળો

ProudOfGujarat

નેત્રંગના કંબોડિયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી કપાસનું બિયારણ ખેડૂતોને નિદર્શન અને માર્ગદશન અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!