Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તંત્રનાં આદેશોનું ચુસ્ત પાલન, આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો સહિતનાં ધંધા રોજગાર બંધ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, રોજના પોઝીટિવ કેસોએ જ્યાં એક તરફ હોસ્પિટલો હાઉસફુલ બન્યા છે તો બીજી તરફ પ્રથમ રાત્રી કરફ્યુ અને બાદમાં દિવસ દરમિયાનનાં લડાયેલ તંત્રની ગાઈડલાઈનનાં આદેશોનું છેલ્લા એક સપ્તાહથી શહેરીજનો સહિત જિલ્લાની જનતા પાલન કરી રહી છે.

ભરૂચ શહેરમાં મીની લોકડાઉન જેવી સ્થિતીનું સર્જન છેલ્લા ૧૦ દિવસથી સર્જાયુ છે, જ્યાં મોટા ભાગના ધંધા રોજગાર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, તંત્રની ગાઇડલાઈન મુજબની જ સેવાઓ ભરૂચમાં ચાલુ છે, તે પૈકીના તમામ વ્યવસાય બંધ નજરે પડી રહ્યા છે, જેને લઈ બપોર પડતા જ શહેરમાં સન્નાટો જોવા મળતો હોય છે.

મહત્વની બાબત છે કે કોરોનાનાં વધતા કેસો અને મોતના તાંડવ વચ્ચે ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર લોકો સ્વંયમ હવે આ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરતા નજરે પડી રહ્યા છે, અને આ સંક્રમણમાંથી વહેલી તકે મુક્તિ મળે તેવી દુઆઓ અને પ્રાર્થનાઓ મનોમન કરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હંગામો : સત્તાપક્ષ જવાબ આપ્યાં વિના સભામાંથી પલાયણ

ProudOfGujarat

ભરૂચના મકતમપુર પાટિયા પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર, એક વ્યક્તિને ગોળી વાગતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયો

ProudOfGujarat

વડોદરા : શિવરાત્રીએ સૂવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનાં લોકાર્પણને લઈ સુરસાગર તળાવની સફાઇ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!