Proud of Gujarat
INDIAFeaturedGujarat

નાંદોદ તાલુકાનાં ખામર ગામનાં ઉતરતા ઢાળમાં ટ્રક કોતરમાં ઉતરી જતા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.

Share

નાંદોદ તાલુકાના ખામર ગામના ઉતરતા ઢાળમાં ટ્રક કોતરમાં ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજયું છે. આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ ઈ.ચા પોસઇ બી.આર.પટેલ આમલેથા એ આરોપી છોટેલાલ રામસેવક યાદવ (રહે,ધરવાસપુર, પો.કોલના જી. મીરઝાપુર ઉત્તરપ્રદેશ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી છોટેલાલ પોતાની કબજાની ટ્રક નંબર આરજે 19 જીસી 0199 પૂરઝડપે અને બેફિકરાઈ રીતે ચલાવી રહ્યો હતો. ત્યારે વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઈડમાં આવેલ કોતરમાં ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજયું હતું. આમલેથા પોલીસે અકસ્માત મોતના ગુનાની ફરિયાદ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ જીલ્લામાં ધાડપાડી તરખાટ મચાવનાર ધાડ-પાડું ગેંગને ઝડપી પાડતી ભરુચ પોલીસ .

ProudOfGujarat

છ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડતી ભરૂચ બી ડીવીઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!