Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ તેમજ શુક્લતીર્થનાં નવા વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી !

Share

હાલ કોરોનાએ શહેરો સહીત ગામડાઓમાં પણ કહેર વર્તાવ્યો છે. અનેક ગામો સુધી સંક્રમણનું પ્રમાણ વધતા તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં લોકોને ટેક્નોલોજી શું છે એ પણ ખબર નથી તેવા ગામોમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન વગર કોરોના રસી લેવી આવશ્યક છે જેમની પાસે એન્ડ્રોઇડ ફોન નથી તેવા લોકો માટે સરકારે શું કરશે ? શું તેવા લોકોને રસીકરણનો લાભ થશે ?

સરકાર દ્વારા બહાર પાડેલ ગાઇડલાઇન મુજબ નેત્રંગ અને શુક્લતીર્થ ગામમાં પણ વેક્સીનેશનનું કાર્ય ખુબ ઝડપથી થઇ રહ્યું છે પરંતુ જે લોકોએ આરોગ્ય સેતુ એપ દ્વારા જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હોય તેમને જ રસીકરણનો લાભ ઝડપથી થઈ રહ્યો છે અને અન્યોની લાંબી કતારોમાં ભર ઉનાળે ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. તેમજ ધક્કા ખાવાના વારા આવ્યા છે. જો આજ પ્રકારે વેકસીનેશન કેન્દ્રો પર ભીડભાડ વધશે તો તેના માટે જવાબદાર કોણ ? તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના વિવિધ વેકસીનેશન કેન્દ્રો પર લોકોની મોટી મોટી કતારો અને કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા ઉડતા હોય તે સામે કુંભકર્ણની નિંદ્રામાં રહેલા તંત્રની આંખો કયારે ખુલશે તેવી બાબતો આ દ્રશ્યો જોયા બાદથી ટોક ઓફ ધી ટાઉન બની છે.

Advertisement

Share

Related posts

સ્વ. અહેમદ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ….

ProudOfGujarat

મહેમદાવાદ પાસે પીકઅપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલના ખૌફથી બુટલેગરોમાં ફફડાટ, અંકલેશ્વર હાઇવે પરથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો બિનવારસી મળી આવ્યો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!