વિદેશ મંત્રાલયના કોવિદ સેલ તરફથી મળેલ પત્ર અન્વયે વિદેશથી કોવિદ 19ની મહામારી અર્થે સાધનોની સહાય રાજપીપલાની જનરલ હોસ્પિટલને મળેલ છે. જેમાં ઈજિપ્તથી કુલ-૧ ડિફિબ્રીલેટર શોક મશીન અને કુલ-૧ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મળેલ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીનથી હ્રદયમાં હ્રદયઘાતનો હુમલો થયો હોય તો ખબર પડે છે. તેમજ ડિફિબ્રીલેટર મશીનની હ્રદયના ધબકારા બરાબર ન ચાલતા હોય ત્યારે જરૂર પડે છે. સાથે કુલ-૧૫ નંગ પલ્સ ઑક્સીમીટર USA તરફથી મળવાના બાકી છે. જે મશીનથી દર્દીનો ઑક્સીજન સેચ્યુરેશન ખબર પડે છે, તેમ સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા તરફથી જણાવાયું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement