Proud of Gujarat
FeaturedGujaratINDIA

તૌકતે વાવાઝોડા બાદ નર્મદા જિલ્લામાં નાશ પામેલા મકાનો અને પશુ મૃત્યુના કિસ્સામાં જિલ્લા પંચાયત તરફથી રોકડ રકમની સહાય કરાઈ.

Share

રાજપીપલા : તાજેતરમાં ગુજરાતમાં “ તાઉ-તે “ વાવાઝોડાના પગલે અને તેની અસરના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ પશુ મૃત્યુનો એક કિસ્સો નોંધાવાની સાથે બે કાચા મકાનો સંપૂર્ણ નાશ પામવા ઉપરાંત ૧૪૪ કાચા મકાનો અંશત: તથા ૨૩ પાકા મકાનો પણ અંશત: નાશ પામેલ છે. આમ, જિલ્લામાં કુલ-૧૬૯ જેટલા કાચા/પાકા મકાનો સંપૂર્ણ/અંશત: નાશ થયા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પંચાયત તરફથી પ્રાપ્ત થયેલ છે. તે પૈકી સરકારના ધારાધોરણ મુજબ ૧૧૯ કિસ્સામાં ચૂકવવાપાત્ર થતી સહાયની રકમના ચેકો દ્વારા સંબંધિત તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ મારફત અસરગ્રસ્ત પરિવારોને ચૂકવણું કરવામાં આવ્યું છે.

તદ્અનુસાર, જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામે નોંધાયેલ પશુ મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂા. ૨૫૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ નાશ પામેલ બે કાચા મકાન, અંશત: નાશ પામેલ ૧૪૪ મકાન અને અંશત: નાશ પામેલ ૨૩ પાકા મકાનો મળી કુલ-૧૬૯ મકાનોનો સર્વે કરાયો હતો, તે પૈકી મંજૂરીપાત્ર ૧૧૯ જેટલા અસરગ્રસ્ત પરિવારોને કુલ રૂા. ૪,૭૧,૯૬૫/- ની સહાય ચૂકવવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

દહેજમાં ફરી ઉડયા દારૂ બંધીના ધજાગરા : વિદેશી દારૂ લેવા માટે ખુલ્લેઆમ લોકોની પડાપડી…

ProudOfGujarat

રાજપીપળામાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામથી પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!