Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ વાયા ટંકારીયા – હિંગલ્લા માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ એકત્ર થઇ તંત્ર વિરૂધ્ધ ભારે રોષ ઠાલવ્યો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ વાયા ટંકારીયા થઇ ભરૂચ તરફ જતો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ બિસ્માર બનતા ગ્રામજનોએ રવિવારે મોડી સાંજે ટંકારીયા માર્ગ પાસે એકત્ર થઈ તંત્ર વિરૂધ્ધ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.

ટંકારિયા ગામના યુવા કોંગી કાર્યકર અફજલ ઘોડીવાલાએ મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષથી આ માર્ગ બન્યો નથી. તેમજ અમે વારંવાર સંબંધિતોને રજુઆત કરી છે છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો આ માર્ગને વહેલીતકે બનાવવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમોની ચીમકી પણ ઉચ્ચારી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

લ્યો બોલો, ભર ઉનાળાની વચ્ચે ભરૂચ નગરપાલિકાના વોટર ATM બંધ અવસ્થામાં..!!

ProudOfGujarat

અમદાવાદ : RTE ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી ઝોન પ્રમાણે હેલ્પ સેન્ટર શરૂ કરવા યુથ કોંગ્રેસની માંગ

ProudOfGujarat

મંગળવારે મહાશિવરાત્રી : શું છે મહત્વ શિવરાત્રિનું ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!