Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઉમરા ખાતે વિકલાંગો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન…

Share

શહેરના પીપલોદ સ્થિત ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાની દિવ્યાંગ બાળકોની શાળામાં સુરત મહાનગરપાલિકાના સહયોગથી અને સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરના માર્ગદર્શનથી આજે તા. ૧૫ મી ને મંગળવારે વિકલાંગો માટે યોજાયેલા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું ઉદઘાટન શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ દીપ પ્રાગ્ટયથી કર્યું હતું. આ પ્રસંગે કનુભાઈ ટેલરે સૌને આવકારીને મહાપાલિકાનું આભારદર્શન સાથે રસીકરની મહત્તા જણાવી હતી. સવારે ૯-૩૦ થી બપોરે ૩-૦૦ દરમ્યાનના આ કેમ્પમાં ૧૮ વર્ષથી વધુ વયના ધોરણ ૧૧, ૧૨ અને કૉલેજના દિવ્યાંગ બાળકો તથા અન્ય દિવ્યાંગો મળી ૧૨૦ દિવ્યાંગોને લાભ ઉપલબ્ધ કરાવ્યાની માહિતી ચિરાગે આપી હતી.

જયદીપ રાઠોડ, સુરત

Advertisement

Share

Related posts

લીંબડીના અંકેવાળીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા માંગ્યો રીપોર્ટ

ProudOfGujarat

અમદાવાદમાં બે વર્ષ બાદ શણગારેલા હાથી, બેન્ડ વાજા સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!