Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, દહેજ બાયપાસ રોડ પાસે આવેલ મુન્શી વિદ્યાધામમાં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો.

Share

કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન વધતા જતા મૃત્યુ આંકને ઘટાડવા માટે સરકાર દ્વારા પહેલી અને બીજી એમ બે વેક્સીનેશન કરવું ફરજીયાત બન્યું છે. પહેલા 45 કે તેથી વધુ ઉમરના લોકોને વેક્સીનેશન લેવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ 18 થી 45 વયના લોકોને વેક્સીનેશનો લાભ લેવાનું જણાવામાં આવ્યું હતું પરંતુ હજુ 45 થી વધુ ઉમરના લોકો એવા ઘણા છે જેમને વેક્સીનનો લાભ મળ્યો નથી તે માટે આજરોજ દહેજ બાયપાસ ખાતે મુનશી વિદ્યાધામ ખાતે 45 થી વધુ ઉંમરના કર્મચારીઓને વેકશીનેશન કરવામાં આવ્યું હતું.

આજરોજ મુન્શી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા ભરૂચ નગરસેવા સદનના સંયુક્ત ઉપક્રમે મુન્શી વિધ્યાધામમાં 45 થી ઉપરના કર્મચારીઓ માટે વેક્સીનેશનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 45 જેટલાં કર્મચારીઓએ વેક્સીન લીધી હતી. આ પ્રોગ્રામમાં મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તથા મુન્શી ટ્રસ્ટના આચાર્ય અને બીજા હોદેદારો હાજર રહ્યા હતા.

રિધ્ધી પંચાલ, ભરૂચ.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સી.એમ. ને લખ્યો પત્ર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ ભાદી ગામ ખાતે બેખોફ અને બિન્દાશ અંદાજ માં ધમધમતા જુગાર ધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૧૫જેટલા જુગારીઓને ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

ProudOfGujarat

જામનગર રોજગાર કચેરીના તાલીમ વર્ગ થકી 7 યુવકો સંરક્ષણ દળમાં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!