Proud of Gujarat
FeaturedGujaratINDIA

રખડતા પશુઓ સર્જી શકે છે અકસ્માત, ભરૂચના માર્ગો પર પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..!!

Share

ભરૂચ શહેરમાં ફરી એકવાર રખડતા પશુઓના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે, જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે વધુ એકવાર ચોમાસાની ઋતુમાં રખડતા પશુઓ વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર, કોર્ટ રોડ, લિંક રોડ સહિતના જાહેર માર્ગો જાણે કે રખડતા પશુઓ માટે આશ્રય સ્થાન સમાન બન્યા છે, રસ્તા વચ્ચે જ અડિંગો જમાવી બેસતા પશુઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આ પ્રકારના રખડતા પશુઓને લઇ તંત્ર પણ જાણે કે કોઈક મોટા અકસ્માતની રાહ જોયા બાદ તેઓને ખસેડવાની કામગીરી કરશે તેવી બાબતો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે વહેલી તકે આ પ્રકારે રખડતા પશુઓના માલિકો સામે કાર્યવાહી કરી રખડતા પશુઓને સુરક્ષિત સ્થાને રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

Advertisement

Share

Related posts

ઉગ્ર સુત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat

વસઈ થી બાળક સાથે અપહરણ કરનારાને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!