Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

Share

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૫ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આજે RTPCR ટેસ્ટમાં ૪૯૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૩૫ સહિત કુલ-૮૨૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દર્દીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૫ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૫,૧૯૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના દર્દીઓ સહિત કુલ-૩૭ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૭૩૯૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૨૦૦૪ લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળનાં પાતાલ દેવી ગામના ઈસમને ચોરીનાં મોબાઇલ સાથે એલ.સી.બી ની ટીમે ઝડપી પાડયો

ProudOfGujarat

રાજકોટની ગુમ થયેલ તરુણિની લાશ મળી આવતા ચકચાર મચી

ProudOfGujarat

POG વિશેષ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ આજરોજ મનાવવામાં આવે છે : જાણો તેની દિલચસ્પ કહાની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!