Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વરસાદ લંબાવાને કારણે ખેતીને નુકશાન ન થાય તે માટે વીજળીનાં કલાક વધારવા આપના કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત…

Share

આજરોજ આમઆદમી પાર્ટી કિશાન સંગઠનના કેયૂરભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના પ્રમુખ તેમજ ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા ક્લેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આ વર્ષે ચોમાસાની શરૂઆતનો વરસાદ વહેલો પડી ગયો હતો અને મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી હવે વરસાદ ખેંચાઈ જતાં બિયરનો બગાડવાની ભીતિ ઉભી થઈ હતી જેને પગલે રાજય સરકાર દ્વારા આ પ્રકારના સંજોગોમાં ખેડૂતલક્ષી નિર્ણયો લેવા જોઈએ તે માંગ સાથે વધારાના ચાર કલાક વીજળી આપવાની રજૂઆત ભરૂચ જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.

સાથે જે વિસ્તારોમાં જળાશયો દ્વારા પાણી પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે છે તેવા વિસ્તારોમાં નહેરો દ્વારા પાણી છોડવામાં આવે જેથી તેઓના પાક બચી શકે તે માટે આપ કિશાન સંગઠન ગુજરાત કલેક્ટરને આવેદન પાઠવીને સરકારને વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજકોટના શાસ્ત્રીનગર પાસે ત્યાકતાની પૂર્વ પતિએ છરી ઝીંકી કરી હત્યા

ProudOfGujarat

ઝઘડીયા : મોહદ્દિષે આઝમ મિશન તરસાલી ને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર માજી નગર સેવકની કાર રોકી હથોડી વડે ચાર ઈસમોએ હુમલો કરી લૂંટ કરતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!