Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો..

Share

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ ડેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યોછે. જેમાં
૧. તાત્કાલીક અસરથી ખેતીવાડીમાં દિવસે ૧૦ કલાક વિજળી આપવું અને દિવસનો સમય રાખવો
કારણકે જંગલ વિસ્તાર છે અને હિંસક ઝેરી જાનવરોનું જોખમ રહેલ છે.
૨. હાલનાં વિજ ગ્રાહકોની સંખ્યા ને ધ્યાનમાં રાખી મોટો વિસ્તાર અને લાઇનો જંગલ માં લાંબીહોવાથી ખેતીની લાઇન માટે અલગ સ્ટાફ ફાળવવો જેથી સમય સર વિજળી મળે.
3. ચિકદા ૬૬ કે.વી. નવી કચેરીનો સ્ટાફ મંજુર કરવો જેથી સમયસર વિજ સેવા મળી રહે.
૪. ખેતીવાડીનાં નવા જોડાણનાં ડી.પી. તાત્કાલીક મંજુર કરવા વિનંતી.
૫. જ્યાં ખેતીવાડીનાં જોડાણ નથી આપી શકાતા ત્યાં સોલર પેનલ રાહત દરે આપવી.
૬. અગાઉનાં કેબલો ખરાબ થયા હોવાથી નવા કેબલો નાખવા, કેબલ ફોલ્ટનાં લીધે જંગલ
વિસ્તારનાં લોકોને ચોમાસા દરમીયાન ૨-૩ મહીના લોકોને અંધારામાં રહેવું પડે છે.
૭. ખેતરમાં રહેતા લોકોને પણ માનવતાના ધોરણે ઘરવપરાની વિજળી આપવાની માંગ કરી છે

જ્યોતિ જગતાપ, રાજપીપલાy

Advertisement

Share

Related posts

ભરૂચના પાટવી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : હાંડોદ ગામમાં વિકાસના કામોનું પુર્વ ધારાસભ્ય સતીષ પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી રહ્યો છે ‘અવસર રથ’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!