Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ખાતે તુલસીધામ પાસે આખલો 10 ફૂટના ખાડામાં પડયો : પગમાં ઈજા થતાં ગૌરક્ષકોએ આબાદ બચાવ કર્યો.

Share

ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલી પાણીની ટાંકીની પાસે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત 10 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાયું છે.

પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેની ફરતે સલામતીના ભાગરૂપે ફેન્સીંગ કે પતરા નહીં લગાવવામાં આવતા રવિવારની રાત્રીએ એક આખલો તેમાં ખાબક્યો હતો, જેના કારણે તેને પગમાં ગંભીર ઈજાઓ થતા તે ઉભો નહીં થઈ શકતા સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોને જાણ કરી હતી.

Advertisement

ઘટના અંગે જાણ થતાંની સાથે જ ગૌરક્ષકોએ સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પશુઓને સારવાર આપતી સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં આખલાને ચઢાવીને તાત્કાલિક સારવાર અર્થે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં સ્થાનિકોએ તાત્કાલિક ફેન્સીંગ લગાવાની માંગ કરી છે.


Share

Related posts

રાજપીપળા : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ કુલ-૩૭ જેટલા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાકીય સહાયના લાભો અપાશે.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 11 માં ચૂંટણીનો લોકોએ શા માટે કર્યો બહિષ્કાર ??? જાણો વધુ.

ProudOfGujarat

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!