Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામે સસ્તા અનાજના વેપારીની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ કરાઇ.

Share

અંકલેશ્વર શહેરમાં આવેલ જુના બોરભાઠા બેટ ખાતે સસ્તા અનાજના દુકાનદાર દ્વારા જે સરકારી ભાવ છે તે ના લઈ વધુ ભાવ લઈ અનાજ અપાતું હોવાની તેમજ ઉદ્ધત વર્તન કરતો હોવાની ફરીયાદ કરવામાં આવી હતી.

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ, ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનના દુકાનદાર દ્વારા ગામ લોકો સાથે અનાજની રસીદ તેમજ પૂરતું અનાજ તેમજ કેરોસીન જેવી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા ભાવે આપવાની જગ્યાએ વધુ ભાવ લઈ આપવામાં આવે છે. તેમજ અનાજ લીધા પછી રસીદ માંગવામાં આવે તો ગમે તેમ વર્તન કરી ના પાડી દે છે નઇ તો પ્રિન્ટર બગડી ગયું છે તેવું કહી વાત ટાળી દેવામાં આવે છે.

ગામના યુવાનો દ્વારા સસ્તા અનાજની દુકાનદાર વિરૂદ્ધ તપાસ કરવાની ફરિયાદ કરતા આજરોજ તપાસ કરતા અધિકારીઓ આવી સસ્તા અનાજના દુકાનદાર તેમજ ગ્રામજનોનો જવાબ લેવાયો હતો. જવાબના અંતે ગ્રામજનો સાથે થતાં અન્યાય સામે ન્યાય મળે તેવી ગામના યુવાનો માંગ કરી રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

ProudOfGujarat

નાની દમણ પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!