Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કબીરવડ ખાતે કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 વર્ષથી હોડીઘાટના નાણાં જમા નહીં કરાવતા હોડીઘાટ બંધ…!

Share

ભરૂચથી આશરે સોળ કિલોમીટર દૂર ભરૂચ સુપ્રસિધ્ધ યાત્રાધામ કબીરવડ આવેલું છે. અહીંયા કેટલાય વર્ષો પહેલા સંત કબીરે દાતણ કરીને રોપેલી ચીરીમાંથી ઉગેલી ઘનઘોર વડો આવેલા છે. આ વડવાઈઓ અને કબીર મંદિરના દર્શન કરવા સમગ્ર ગુજરાત ભરમાંથી ઘણા પ્રવાસીઓ આવતા હોય છે અને નર્મદા નદીને તટે આવેલ હોવાથી ઘણા લોકો નાહવા પણ આવતા હોય છે.

પરંતુ મઢીઘાટના સામે પાર આવેલા કબીરવડ એટલે કબીર મંદિર અને વડની વડવાઈઓ જોવા માટે નર્મદા નદીને હોડી મારફતે પાર કરીને જવું પડે છે. જેના માટે જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર હોડીઘાટની હરાજી કરી કોન્ટ્રાકટ આપ્યો છે. આ વર્ષેનો કોન્ટ્રાકટ અંકલેશ્વરની રાજયોગ કંપનીને આપવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 વર્ષથી હોડીઘાટના નાણા જમા નહીં કરાવ્યા હતા.

Advertisement

મામલાની જાણ નવા આવેલા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને થતા તેમણે નાણાની વસુલાત માટે એક ટિમ કબીરવડ મોકલી પરંતુ કોન્ટ્રાકટરે નાણાં જમા નહીં કરાવતા હોડી ઘાટ બંધ કરી હોડીઘાટ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેરના હસ્તક કર્યો છે. જેના કારણે દર્શનાર્થે આવેલા અનેક યાત્રાળુઓ સામે પાર કબીરવડ નહીં જઈ શક્યા હતા અને આગામી સમયમાં પણ શ્રધ્ધાળુઓને દર્શનાર્થે હાલાકી વેઠવાનો વારો આવશે.


Share

Related posts

સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળામા યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાના અછાલિયા દુધ મંડળી ખાતે દુધધારા ડેરી આયોજિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલતા ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!