Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. બીલીમોરાના મૂર્ધન્ય કવિશ્રી ખંડુભાઈ ચૌહાણ તથા ઈખરના જાણીતા સમાજસેવક એહમદભાઈ મનભડ પટેલના સ્મરણાર્થે એક સ્મરણાંજલિ કાર્યકમ કવિશ્રી કે.કે.રોહિતના સદન નિવાસે જનશિક્ષણ સંસ્થાનના ડાયરેકટર શ્રી જૈનુદ્દીન સૈયદના પ્રમુખપદે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નંદેલાવ ગામના સરપંચ શ્રી રતિલાલ ચૌહાણ તથા સિવિલ હોસ્પિટલ ભરુચના ડૉ. આર.સી.મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કવિ જતીન પરમાર ‘અભિગમ’, ભગુભાઈ ભીમડા, પ્રવિણભાઈ ઈખરવી, યકીન ટંકારવી, જે .એન.વ્યાસે કવિતા થકી સ્વર્ગસ્થની યાદોને વાગોળી. ભરૂચના લોકગાયક ચીમનભાઈ પરમારે તથા હલદરવાના સંગીતકાર ચીમનભાઈ પરમારના તરન્નુમ થકી કવિઓની કવિતાને સંગીતમય રીતે રજૂ કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સજોદના આચાર્ય વિરેન ઘડિયાળીએ કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

જુના બોરભાઠા ખાતે શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો

ProudOfGujarat

ભરૂચ: કાવી પોલીસ સ્ટેશનની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ProudOfGujarat

વાંકલ : ગાંધીનગરથી તપાસ માટે આવેલ FRL ની ટીમે વાંકલ સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા અંગે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!