Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નન્નુમિયા નાળાની દીવાલ ધરાશાય : પાલીકામાં વિપક્ષી સભ્યોની રજુઆત છતાં પરિણામ શૂન્ય : સમસાદ અલી સૈયદ.

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરા નજીક આવેલ એસ.પી ઓફિસ માર્ગ પરનું નન્નુમિયા નાળાની દીવાલનો કેટલોક ભાગ ચોમાસાની ઋતુમાં થોડા દિવસો અગાઉ તૂટી પડયો હતો, મુખ્ય માર્ગ પર આવેલ નાળાની દીવાલ તૂટતા જે તે સમયે તો સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી પરંતુ દીવાલ તૂટ્યાને ઘણા દિવસો બાદ પણ તેના રીપેરીંગ માટે તંત્રને મુહૂર્ત ન મળતું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ વિસ્તારમાં આવેલ નન્નુમિયા નાળાની દીવાલ ધરાશાય થયાની જાણ વિપક્ષના સભ્ય સમસાદ અલી સૈયદ અને સ્થાનિક કોર્પોરેટર હમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના સભ્યોએ પાલિકાના તંત્રને કરી હતી છતાં આજદિન સુધી તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા સ્થાનિકો સહિત પાલિકા સભ્યોમાં તંત્ર કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

આજરોજ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા તેઓના સ્થાનિક સાથી કોર્પોરેટરને સાથે રાખી નન્નુમિયા નાળાની મુલાકાત લઇ તંત્રની કામગીરી કરવામાં ઉદાસીનતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલીકા તંત્ર તાત્કાલિક ધોરણે નાળાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી..!!

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડ : હરિદ્વારમાં 7 મસ્જિદને લાઉડસ્પીકર મુદ્દે 5 હજારનો દંડ ફટકારાયો

ProudOfGujarat

નિલમબાગ પોલીસ સ્ટેશનનાં મારા-મારીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તબીબો તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!