Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા મુકામે એપીએમસી ખાતે આજરોજ ભારતના‌‌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા તાલુકા ભાજપા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ‌‌ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ, જીલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા ભાજપા પ્રમુખ અતુલભાઇ પટેલ, એપીએમસી ના ચેરમેન દિપકભાઈ પટેલ, તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ તેમજ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે આયોજિત રક્તદાન કેમ્પમાં ૭૧ યુનીટ રક્ત એકત્ર‌ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પ્રસંગોચિત વકતવ્યમાં અગ્રણીઓએ રક્તદાનનું મહત્વ વર્ણવ્યુ હતુ તેમજ પર્યાવરણના રક્ષણ માટે વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નબીપુર-કરગટ રોડ પર મામાદેવ મંદિર પાસે જુગાર રમતાં 3 ઝબ્બે

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ, ભરૂચના કાંઠે પાણી પ્રવેશ્યા, ફુરજા ખાતે તણાઇ જતા એકનું મોત.

ProudOfGujarat

વડોદરા : સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ …!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!