Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા તાલુકાના સિંગલગભાણ ગામે આકાશી વીજળી પડવાથી 17 જેટલા પશુઓનું મરણ.

Share

તારીખ 2 ઓક્ટોબર શનિવારના રોજ 12 : 30 કલાકે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા એકાએક આકાશી વીજળી પડી હતી, જેમાં ગામમાં રહેતા કેટલાક પશુપાલકોના મૂંગા પશુઓ પર આકાશી વીજળી પડી હતી, અને કેટલાંક પશુઓનું વીજળી પડવાથી મરણ થયું હતું.

જેમાં ગામના ખુમાનસિંગ કાલસીયાભાઈનું એક બળદ કિંમત રૂપિયા 30,000/-, મંગાભાઈ નકટિયાભાઈની ત્રણ બકરી કિંમત રૂપિયા 15,000/-, રૂમાભાઈ નવાભાઈની ત્રણ બકરી કિંમત રૂપિયા 15,000/- , ગીબિયા મારગિયાની ત્રણ બકરી 15,000/-, બાવા ઓલિયાની એક બકરી કિંમત રૂપીયા 5,000/-, રાજીયા કાલસીયાની પાંચ બકરી કિંમત 25,000/- અને ખુમાનસિંગ નકટિયાની એક બકરી કિંમત 5,000 /- મળી કુલ 1,10,000/- ની કિંમતના મૂંગા પશુઓનું મરણ થતા ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સરપંચ અનિરુદ્ધભાઈ વસાવા દ્વારા સ્થળની મુલાકાત લઈ જવાબદાર તંત્રને જાણ કરતો પત્ર લખ્યો હતો, તેમજ મોટા પ્રમાણમાં પશુપાલકોની નુકશાની બાબતે સરપંચે સાંત્વના આપી મદદરૂપ બન્યા હતા.

Advertisement

તાહિર મેમણ


Share

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં મેઘમહેર : જાણો કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ત્રાટક્યો…?

ProudOfGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગના હત્યામાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવા નવસારીના પત્રકારોએ માંગ કરી.સંકાસ્પદ હત્યાના ચાર દીવસ બાદ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ.

ProudOfGujarat

આજ સુધી કોઈપણ પાર્ટી એ શાળા, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા જેવા મુદ્દા પર ચર્ચા કરી નથી : અરવિંદ કેજરીવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!