Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

Share

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોલીયાદ ગામમાં ગતરોજ મોડી સાંજે કોવિડ ન્યાય યાત્રા યોજાઇ હતી. કોંગી અગ્રણીઓ દ્વારા કોલીયાદ ગામમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત લઈ તેઓના દુઃખમાં સહભાગી બની પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય મળે એ માટે ફોર્મ ભરાવ્યા હતા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીથી સંક્રમણ આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા દરેક મૃત્યુના પરિવારને કાયદાકીય જોગવાઈ વળતર મળે એ હેતુસર કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોવિડ ન્યાય યાત્રા યોજાઇ રહી છે.

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોલીયાદ ગામમાં કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં વલણ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મુબારક પટેલ, કોલીયાદ તાલુકા પંચાયત બેઠકના સદસ્યા નિશાબેન પટેલ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

ProudOfGujarat

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી.

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પરના બંધ સીસી ટીવી કેમેરા ચાલુ કરવા માંગ વર્ષો પહેલા મુકેલી સુવિધા હાલ શોભાના ગાંઠીયા સમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!