Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ડીજીવીસીએલ અને સબ સ્ટેશનમાં રોજગારી માટે ૨૦૦૦ એપ્રેન્ટિસોએ પરીક્ષા આપ્યા બાદ પેપર લીક : એચ.આર. વિભાગ દ્વારા મિલીભગત થઇ હોવાની ભીતિ.

Share

ગુજરાત સરકારના ઉર્જા વિભાગની સાત કંપનીઓમાંથી એક એવી ડીજીવીસીએલ કંપનીમાં સરકારના આદેશ મુજબ પ્રતિભાશાળી બેરોજગારોને રોજગારી પૂરી પડવાના આશયથી એપ્રેન્ટીસ પૂરી પાડવામાં આવી હતી જેમાં ૨૦૦૦ જેટલી ભરતીઓ માટે પરિક્ષા રાખવામાં આવી હતી જેમાં ૨૦૦૦ જેટલા ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.

જેમાં દક્ષિણ ગુજરાતના સેન્ટરોમાં સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા અને વાપી જીલ્લાના ગામોમાં સહીત સાપુતારા, સાગબારા, કેવડીયા, જંબુસર, પાલેજ, દહેજ સુધી સ્વખર્ચે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા ગયા હતા જે બાદ કોઈક એક વિદ્યાર્થી દ્વારા પેપરના ફોટા પાડ્યા બાદ તેને સોશિયલ મીડિયાના માધ્યમથી લીક કર્યા હતાં જે બાદ અન્ય એક જાગૃત વિદ્યાર્થી દ્વારા આ અંગે તાપી કલેકટર અને પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં એચ.આર. વિભાગ દ્વારા મિલીભગત કરી હોવાનું ગુજરાત વિદ્યુત કામદાર સંધને શંકા ગઈ હતી.

જે બાદ એચ. આર. વિભાગનો પ્રભાવ ઘણો હોવાથી કોઈ કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી. જે બાદ સમગ્ર દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં દરેક કર્મચારીઓએ કચેરીમાં કાળી પટ્ટી પહેરીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામે શેરડીના ખેતરમાં દીપડો પાંજરામાં પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ.

ProudOfGujarat

ભરૂચ : ડુંગરી કબ્રસ્તાનથી પાણીની ટાંકી સુધીનાં રસ્તાનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!