Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાવા ડૉ.અર્જુનસિંહ રાણાએ યુવાનોને પ્રેરિત કર્યા

Share

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ગુજરાત રાજ્ય ના નોડલ અધિકારી/બ્રાન્ડ એમ્બેસેડર ડો. અર્જુન સિંહ રાણા અને હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ પ્રચારક હર્ષુ પંડ્યા નું દક્ષિણ ગુજરાત પ્રવાસ દરમિયાન હિન્દુ યુવા વાહિની ભરૂચના કાર્યકરો દ્વારા કેસરી ખેસ, પુષ્પમાળાથી અને “જય શ્રી રામ, હિન્દુ યુવા વાહિની જિંદાબાદ” ના નારા સાથે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.લોકોમાં ફિટનેસ અંગે જાગૃતતા લાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
ડા. અર્જુનસિંહ રાણાએ યુવાનોને ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાવા અને શારીરિક કાર્યક્રમો માં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા. આવનારા સમયમાં સમગ્ર દેશ ને આ મૂવમેન્ટ માં જોડશે એવું બધા કાર્યકર્તાઓ સંકલ્પ લીધો હતો . કાર્યક્રમ દરમિયાન સંગઠન ના કાર્યકર્તા, આકાશ પાંડે, રજનીશ શર્મા, નિખિલ તિવારી, સંજુ, રાહુલ, રજનીશ, મનમોહન, વિવેક, દિપક અને સમગ્ર ટીમ હાજર રહી હતી .

Advertisement

Share

Related posts

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીની ચૂંટણીમાં નિખીલ શાહ 757 મતથી વિજેતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!