Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી બજારમાં વરલી મટકા નો જુગાર રમાડતો ઇસમ ઝડપાયો.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ગામના બજારમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.

માંગરોળ પોલીસે બાતમીને આધારે મોસાલી બજારમાં રેડ કરતા એક ઈસમ વરલી મટકાના સાટાના અંકો પર આવતા જતા લોકો પાસેથી પૈસા લઈ હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા ઈસમનું નામ પુછતા વિશાલભાઈ કાલીદાસભાઈ વસાવા રહે. બાપુનગર ફળિયું, મોસાલી ગામ તાલુકો માંગરોળનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મુંબઈથી નીકળતા મીલન બજારના અંકોની બુકો તેમજ જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયા 470 કબજે લઇ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ તાલુકાનાં મનુબર ગામમાં આવેલા દારૂલ બનાત ખાતે સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમિતોને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરાઇ રહી છે.

ProudOfGujarat

સુરતમાં બીઆરટીએસ બસસ્ટેશનનો સ્લેબ તૂટ્યો :અઢી વર્ષની બાળકીનું મોત

ProudOfGujarat

જૂનાગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકબીજા પર 20થી વધુ ફાયરિંગ, વાહનોની તોડફોડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!