Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જિલ્લા જેલ ખાતે તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચે વોલીબોલ સ્પર્ધા યોજાઈ.

Share

જેલમાં સજા ભોગવતા બંદીવાનોનું ગુનાહિત માનસ પરિવર્તન થાય અને તેમનામાં રમત ગમત પ્રત્યે ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી પહેલી વાર જેલના કેમ્પસના પ્રાંગણમા તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચેજેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.

રાજપીપળા જિલ્લા જેલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે સિવિલ હોસ્પીટલ, રાજપીપળાના મેડિકલ/પેરા મેડિકલ ટીમ તથા જેલ બંદીવાનો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. બંદીવાનોએ ખેલદિલીથી ઉત્સાહપૂર્વક વોલીબોલ રમતમાં ભાગ લીધો હતો. અને બંદીવાનો ની ટીમ વિજેતા જાહેર થઈ હતી.તેઓને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી. રાજપીપળા જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ.બારમેરા દ્વારા તબીબી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચનાં આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપાની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

માંગરોળના શાહ ગામે સ્ક્રીટેગ કંપનીના નિકાલ કરાતા વેસ્ટ મટીરીયલમાંથી દુર્ગંધ આવતા કોંગ્રેસ સમિતિએ મામલતદારને ફરિયાદ કરી

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ૫૧૫ શ્રમિકોને વતન જવા માટે ભરૂચ રવાના કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!