Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ખરોડ ચોકડી નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત, ટ્રક નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા દોડધામ.

Share

અંકલેશ્વર ને.હા ૪૮ પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, દીવસ રાત અકસ્માતોની બનતી એક બાદ એક ઘટનાઓમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક સારવાર લેવા માટે હોસ્પિટલ સુધી પહોંચ્યા છે, જેમાં વધુ એક ઘટના આજે સવારે સામે આવી હતી.

અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, અકસ્માત બાદ ટ્રક અને કાર સહિત અન્ય એક વાહન નજીકના ચા-નાસ્તાના સ્ટોલમાં ઘુસી જતા ઉપસ્થિત લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, અકસ્માતની ઘટનામાં ૨ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે.

હાઇવે ઉપર સર્જાયેલ અકસ્માતની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે થતા પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ સ્ટોલમાં ઘુસેલ વાહનોને બાહર કાઢવાની તજવીજ હાથધરી હતી, તેમજ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ દુધધારા ડેરીના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલનું અછાલિયા દુધ મંડળી દ્વારા સન્માન કરાયું

ProudOfGujarat

રાજકોટમાં વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે તિરંગાયાત્રા યોજાઇ.

ProudOfGujarat

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!