Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મર્હુમ એહમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અશ્રુભીની શ્રદ્ધાંજલી….

Share

આધુનિક ભરૂચના શિલ્પકાર, જનહિતના કામોમાં સતત પ્રવૃત રહેતા છેવાડાના માનવી સુધીના તમામની ચિંતા કરનાર મર્હુમ એહમદ પટેલને પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અશ્રુભીની શ્રદ્ધાંજલી.

આજે તા 25/11/21 ના રોજ એહમદ પટેલનું અવસાન થયાને બરાબર એક વર્ષ વીતી ગયુ છે જયારે લોકોના કામ કોઈ પણ જાતના ભેદભાવ વગર કરનાર ભરૂચ જિલ્લાના રતન સમાન સમાજ સેવક અને રાહબર એવા સ્વ. એહમદભાઈ પટેલે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતું તેમના દ્વારા કરેલ કામો હજી પણ મર્હુમ એહમદ પટેલના મૂક સાક્ષી બની એમની કાર્યક્ષમતાની ગવાહી પુરી રહ્યા છે. પ્રાઉડ ઓફ ગુજરાતનાં ઉદ્ઘાટન સમયે મર્હુમ એહમદ પટેલે પોતાના વ્યસ્ત શીડયુલમાંથી સમય કાઢ્યો હતો અને પ્રાઉડ ઓફ ગુજરાત પોર્ટલનું લોકાર્પણ તેમના હસ્તે થયું હતું તે સાથે જ મર્હુમ એહમદ પટેલે જણાવ્યુ હતું કે પ્રાઉડ ઓફ ગુજરાત સફળતાનાં શિખરો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આજે પણ તેમના શુભેચ્છાનાં શબ્દો પ્રાઉડ ઓફ ગુજરાતનાં પરિવારનાં સભ્યોના કાનમાં ગુંજી રહ્યા છે. કોઈએ સાચુ જ કહ્યું છે કે માનવી સકારાત્મક કામોથી સદાય જીવંત રહે છે આવા ભરૂચના રતન સમા મર્હુમ એહમદ પટેલને પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અશ્રુભીની શ્રદ્ધાંજલી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ અલગ ભીલીસ્થાનનો મુદ્દો છેડયો : ટવિટર પર #BHILPRADESH_STATE ટ્રેન્ડિંગમાં…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે.

ProudOfGujarat

ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં પીએમ નરેન્દ્ર મોદીના 75મો જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!