Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાનાં મોટાસાંજા ગામે નર્મદા ગૌશાળાના પ્રેમદાસ બાપુની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામની નર્મદા ગૌશાળાના મહંત ભારતીયદાસ બાપુ ગત તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ અવસાન પામ્યા હતા. શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના મહંત શ્રી ભગવાનદાસ ગુરૂ નિત્ય ગોપાલદાસના ભંડારા વિધિ સંવત ૨૦૭૧ કારતક વદ બારસ તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ સાકેતવાસી થયા હતા. તેમના ભંડારાનું આયોજન તથા તેમના શિષ્ય પ્રેમદાસ બાપુ ગુરુ ભગવાનદાસ ભારતીયબાપુની ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના શ્રી મહંતશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.

આ પ્રસંગે નર્મદા ગૌશાળા ખાતે સંતવાણી ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુમાનદેવ મંડળના સાધુ સંતો મોટાસાંજા, રાણીપુરાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મનમોહન દાસ તથા નર્મદા ગૌશાળાના ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજનો સમૂહ જવારાનું પૂજન કરાયું.

ProudOfGujarat

ગુજરાતમાં વરસાદ 100 ટકા થવાની નજીક છે ત્યારે જાણો જળાશયો કેટલા ભરાયા.

ProudOfGujarat

ભરૂચ ખાતે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી ઓનલાઈન વિક્રેતા કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વેપારીઓ એ પણ વોલમાર્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!