Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં સાયબર જાગૃકતા દિવસ હેઠળ મિટિંગ યોજાઇ.

Share

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ સાયબર ક્રાઈમ અંગેનો હતો. જેમાં નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. જે.એમ. જાડેજાની સાથે વડોદરા સાયબર કરાઈમના પી.એસ.આઈ. ડી.એમ.પંચાલ પણ હાજર રહયા હતા. આ મિટિંગમાં નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા.

હાજર પી. એસ. આઈ.ઓ એ મિટિંગમાં હાજર રહેલાઓને સાંપ્રત સમયમાં સાયબરના ગુના અધિક પ્રમાણમાં જાણવા મળતા હોય છે જેમાં બેંકના ખાતામાંથી પૈસા ઉપડી જવા, મોબાઈલ પર ફોન કરી OTP મેળવી પૈસાની છેતરપિંડી કરવી, ગ્રાહકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે એનાથી બચવાના ઉપાયો તેમજ સાયબર ગુનાઓની ઉંડાણપૂર્વકની સમજ અપાઈ હતી. તેઓએ એવી સમજ પણ આપી હતી કે તમારા વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ આવા ગુનાનો ભોગ બને તો તરત નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી સાયબરનો ગુનો નોંધાવો જેથી સાયબર ક્રાઈમ વિભાગ તમારી મદદ કરી શકે. પી.એસ.આઈ. એ કહ્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે માટે પોલીસ ને તમે જેટલો સહયોગ આપશો તેટલું જ પોલીસને ગુનાઓ રોકવામાં સફળતા મળશે. નબીપુર પોલીસ મથકનો સાયબર વિભાગના પી.એસ.આઈ. અને હાજર જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ મિટિંગમાં કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરાયું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં એન.સી.સી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ProudOfGujarat

બિહારના છપરામાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત, 6 ની હાલત ગંભીર, વધી શકે છે મૃત્યુઆંક.

ProudOfGujarat

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલ કારમાં આગ લગાવનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!