Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામા કોરોના વિસ્ફોટ : ત્રણ દિવસમાં કોરોનાના 13 કેસ પોઝીટીવ આવ્યા.

Share

લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્રણ દિવસમા કોરોનાના પોઝીટીવ આવ્યા છે. જેમાં નાંદોદમા 05, ગરુડેશ્વરમા 07 અને રાજપીપલામા 02 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

5 મી જાન્યુઆરીએ દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો પહેલો કેસ કોરોના પોઝીટીવ આવતા તેને રાજપીપલા કોવિડ હોસ્પિટલમા સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ નવો કેસ નવા વેરીએન્ટ ઓમિક્રોન પણ હોઈ શકે તેવી શક્યતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે. ત્યાર પછી બીજે દિવસે 6 તારીખે નર્મદામા બીજા 6 નવા કેસ નોંધાયા હતા
જેમાં જીતનગર એન સી સી કેમ્પમાં 02 કેસ, ગરુડેશ્વર તાલુકામા બોરિયામા 02, કેવડિયામા 01 મળી કુલ 6 કેસ નોંધાયા હતા અને ત્રીજે દિવસે પણ વધુ 6 કેસ નોંધાતા ત્રણ દિવસમા કોરીનાનો આંક શનિવાર સુધીમાં 13 ઉપર પહોંચ્યો હતો. જેમાં 7 મી તારીખે 6 કેસમાં વડિયામા 02, કેવડિયામા 03, સમશેરપુરામા 01 કેસ નોંધાયા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાએ નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં એન્ટ્રી મારી છે. નાંદોદ તાલુકામાં અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. જયારે ગરુડેશ્વર તાલુકામાં સૌથી વધારે 7 કેસ નોંધાયા છે જયારે એક માત્ર કેસ રાજપીપલા રામબાગ સોસાયટીમા નોંધાયો છે. અન્ય બે તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓ આ માંથી બાકાત રહ્યા છે એ સારી વાત છે આ બે તાલુકાઓમા કોરોના ના પ્રસરે એ સૌએ જોવું રહ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેસ જૂન 21 માં આવ્યા પછી કોરોનાના કેસો આવતા બંધ થયાં હતા અને છેલ્લા સાતેક મહિનાથી કોરોના લગભગ નાબૂદ જ થઈ જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પણ હવે લાંબા સમય પછી નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થતાં ચિંતાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પોઝીટીવ દર્દી વાવડી ગામમા પણ ફર્યા હતા. જોકે ઓમીક્રોન હોય તો તેનો ફેલાવો ઝડપથી થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સત્વરે આરોગ્યલક્ષી પગલાં લે તેવી પણ માંગ છે તેમજ કોવિડ હોસ્પિટલમા કોરોના કે ઓમીક્રોન ના કેસો આવે તો તેની સારવાર અંગેની સુવિધાઓ હોસ્પિટલમાં થવી જોઈએ એવી પણ આમ જનતાની માંગ છે. રાજપીપલા સહીત નર્મદામાં કોવિડ-19 ના નિયમોનું કડક પાલન થાય એ માટે તંત્ર કાર્યવાહી કરે અને આમ જનતા પણ કોવિડ 19 ના નિયમોનું કડક પાલન કરે એ જરૂરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

 છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિરોધી બિલ પાછું લે તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 

ProudOfGujarat

વડોદરા : પત્ની અને પુત્રી એ યુવતીને મળવા પહોંચેલ પતિને ઝડપી પાડી યુવતીને માર માર્યો.

ProudOfGujarat

રાજપારડીના નાના છોકરાએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!