Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : મિલન જીનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલા એકમાત્ર જીનમાં આજે અચાનક જ આગ લાગી જતા કપાસની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ મિલન જીનના ગોડાઉનમાં આજે અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક લાગેલી આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ સુધી અકબંધ છે. મિલન જીનમાં લાગેલી આગના કારણે નગરપાલિકા લીંબડીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઓલવવા માટેની કામગીરી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કોશિશ કરી હતી. જીનના માલીકના જણાવ્યા પ્રમાણે આગમાં કેટલું નુકશાન થવા પામ્યું છે તેનું તારણ બહાર આવ્યું નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળ : લિંબાડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકોને ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાંથી 14 કિલો પોશ ડોડાનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો વડે હુમલો : ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!