Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરાયા.

Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ, જંક્શન પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઝોન)ની રાહબરી માર્ગદર્શન હેઠળ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે દબાણકર્તાઓને રોડ ઉપર ક્ચરો ન ફેવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરેલ છે. જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીની હદમાં કામગીરી કરવામાં આવી છે.

વિરાટનગર વોર્ડમાં રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા થી ઠક્કરનગર એપ્રોચ સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૨-નંગ લારી, ૦૨-નંગ ડેડ સીકલ, ૦૧-નંગ પલંગ, ૦૧-નંગ કાર્ટો, ૦૩-નંગ કેરેટ, ૧૩-નંગ નાના, મોટા બોર્ડ તથા ૨૫-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. નિકોલ વોર્ડમાં મનમોહન ચાર રરતાથી ખોડિયાર મંદિર થઇ શુકન ચાર રસ્તા થઇ D-Mart સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૧-નંગ લારી, ૦૧-નંગ છત્રી, ૦૧-નંગ સ્કુલ, ૦૧-નંગ પ્લાસ્ટીકના ટબ, ૧૦-નંગ નાનામોટા બોર્ડ તથા ૨૦-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કર્યા હતા.

Advertisement

વસ્ત્રાલ વોર્ડમાં પાંજરા પોળ, એસ.પી.રીંગ રોડ પરના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૨-નંગ લારી, ૦૧-ગ ફોલ્ડીંગ ટેબલ, ૨૧-નંગ નાનામોટા બોર્ડ તથા ૧૯-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર ચાર રસ્તા થી હાથીજણ સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ, જંક્શનપરથી ૦૧-નંગ લારી, ૧૪-નંગ નાના/મોટા બોર્ડ તથા ૨૭-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોન વિસ્તારમાં જેટ ટીમ દ્રારા જુદા-જુદા વોર્ડના મુખ્ય રસ્તા ઉપર આજ રોજ કુલ-૨૧૦ યુનિટોને ફૂટપાથ, રોડ પર દબાણ તથા ગંદકી ન કરવા જાણ કરી ૩,૮,૧૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

આમ પૂર્વ ઝોન વિસ્તારમાં આજ રોજ કુલ ૦૬-નંગ લારી, ૦૨-નંગ ડેડ વ્હીકલ, ૦૧-નંગ પલંગ, ૦૧-નંગ કાંટો, ૦૧-નંગ છત્રી, ૦૧-નંગ ટુલ, ૦૧-નંગ ફોલ્ડીંગ ટેબલ, ૦૧-નંગ પ્લાસ્ટીકના ટબ, ૦૩- નંગ કેરેટ, ૫૮-નંગ નાનામોટા બોર્ડ તથા ૮૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને જેટ ટીમ દ્રારા જુદા-જુદા વોર્ડના મુખ્ય રસ્તા ઉપર આજ રોજ કુલ-૨૧૦ યુનિટોને ફૂટપાથ, રોડ પર દબાણ તથા ગંદકી ન કરવા જાણ કરી રૂ.૮,૧૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.


Share

Related posts

ગોધરા : ચલાલી-વેજલપુર રોડની બિસ્માર હાલતથી સ્થાનિક લોકોમાં રોષ, નવીનીકરણની માંગ

ProudOfGujarat

નડિયાદ તાલુકા પંચાયતનું રૂ.142.85 લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

વડોદરાથી NDRF ની 5 ટીમ મોરબીના મચ્છુ કાંઠે પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!