Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના પગલે વહેલી તકે કોર્ષ ચલાવવા માટે અપાઈ આ સૂચના

Share

કોરોનાના સંભવિત ખતરાને લઈને જે રીતે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે તેમ તેમ દરેક પગલે સાવધાનીને ધ્યાનમાં રાખીને મૌખિક સૂચનો તો કેટલાક આદેશો કરવામાં આવી રહ્યા છે.

સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ અભ્યાસક્રમને લઈને શાળાઓને સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ શાળાઓને મૌખિક જાણ અભ્યાસક્રમને લઈને કરી છે. જેમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી તકે કોર્સ પૂરો કરવાના પ્રયાસો પર ભાર મૂકવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક સાવચેતીના પગલા લેવા માટે પણ દિશા નિર્દેશ કર્યો છે.

Advertisement

ગઈકાલે શાળાઓને મૌખિક રીતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને કહી દેવામાં આવ્યું છે. જોકે, આગામી એકવીકની અંદર પરીપત્ર જારી કરવામાં આવશે. 32 હજાર પ્રાથમિક શાળાઓ માર્ગદર્શિકાનું પાલન કરે તેને લઈને રાજ્યભરમાં આદેશ કરવામાં આવશે. રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરાવવા પરીપત્ર જારી કરાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ કોવિડ માર્ગદર્શિકા શાળાઓમાં લાગુ કરવામાં આવશે.

માર્ગદર્શિકાના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચનાઓ આપ્યા છે. માર્ગદર્શિકાના અમલ માટે જિલ્લાવાર શિક્ષણ અધિકારીઓ ટૂંક સમયમાં પરિપત્રમાં માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતરના પાલન અંગેનો આદેશ જારી કરશે. અગાઉ કોરોનામાં ઓલ્ટરનેટીવ દિવસોમાં સ્કૂલો પણ શરુ કરવામાં આવી હતી. કેમ કે, એક પછી એક કેસો કોરોનાના સ્કૂલોમાં સામે આવ્યા હતા.


Share

Related posts

વાલીયા નેત્રંગ તાલુકાના રાજવાડી રીઝર્વ ફોરેસ્ટમાં રાષ્ટ્રિય પક્ષી મોર નો શિકાર કરનારાઓ વિરુદ્ધના ફોરેસ્ટ એક્ટ તથા વાઈલ્ડલાઈફ પ્ટેક્સન એક્ટની ના ગુનામાં સખત કેદની સજા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે આંક ફરકનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ.

ProudOfGujarat

ભારતીય હવામાન વિભાગની આગાહી સંદર્ભે ઝીરો કેઝયુઅલ્ટીના નિર્ધાર સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!