Proud of Gujarat
FeaturedGujaratHealth

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા.

Share

ન્યુઝ વિરમગામ
પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ માસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જીઆઇડીસીમાં કામ કરતા મજુરો, કર્મચારીઓની પણ ખાસ ચિંતા કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ચાંગોદર જીઆઇડીસીમાં કામકરતા લેબર કોન્ટ્રાક્ટર, મજુરો, કર્મચારીઓને મેલેરીયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગથી બચવા માટે અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મેલેરીયા ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો અને મેલેરીયા ડેન્ગ્યુ થાય તો શુ સારસંભાળ રાખવી જોઇએ તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિને ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ તેવી સલાહ આપવામાં આવી હતી.

Advertisement

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, મેલેરીયા ડેન્ગ્યુ કેસનું નોટીફીકેશન બહાર પડી ગયુ છે ત્યારે નોટીફીકેશનની ગંભીરતા પણ સમજાવવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર્સને રોગ અટકાયત કામગીરી કેવી રીતે કરવી તે વીશે સમજ આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ચાંગોદર જીઆઇડીસીમાં કામકરતા લેબર કોન્ટ્રાક્ટર, મજુરો, કર્મચારીઓને મેલેરીયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગથી બચવા માટે અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સમજ આપવામાં આવી હતી કે, ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.


Share

Related posts

રાજપીપળા અને ગ્રામ્ય વિસ્તારના મળી ૧૬ ડાયરેકટ કનેકશન દ્વારા વીજ ચોરી કરતા ગ્રાહકોને ૨.૩૭ લાખનો દંડ ફટકારાયો.

ProudOfGujarat

વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ઇકો કાર ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું

ProudOfGujarat

ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!