દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયના વિદ્યર્થીએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.જેના પગલે તેની પસંદગી એશિયન સ્કૂલ ગેમ્સ માટે થઈ છે.જેના પગલે ગટ્ટુ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષક તેમજ સમગ્ર પરિવારમાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.આ વિદ્યાર્થી આનંદ રાજપૂતે જણાવ્યું કે ગટ્ટુ શાળા તરફથી તેને ખુબ સારો સાથ સહકાર પ્રાપ્ત થયો છે .આનંદ રાજપૂત અંડર-૧૭ એશિયન સ્કૂલ ગેમ્સની ભારતીય ટિમમા પસંદગી પામ્યો છે.આનંદ રાજપૂતે હાલમાંજ પોતાનોજ રેકોર્ડ ૫૪.૦૯ સે.તોડીને ૪૦૦ મીટર દોડમાં નવો રેકોર્ડ ૫૩.૭૬ સે.બનાવ્યો છે.આનંદ રાજપૂતે શાળા તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.

LEAVE A REPLY