વિનોદભાઇ પટેલ

ભરૂચ લોકસભા ચૂંટણીનું મતદાન યુવાનો માટે એક પ્રોત્સાહન સાબિત થઈ રહ્યું છે જેમાં યુવાનો લોકતંત્રને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન કરી રહ્યા છે.ત્યારે અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે પ્રવીણભાઈ પટેલ નામના યુવાને લગ્નની વિધિને સાઈડ પર મૂકી પહેલા મતદાન કરી તેમનો મતાધિકાર પૂર્ણ કર્યો હતો અને યુવાનોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.ત્યારે ૧૫૪-અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલે પણ પ્રવીણભાઈ પટેલ નામના યુવાનને શાબાશી આપી હતી તેમજ સવારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસીંહ પટેલે આજે પોતાના ગામ હાંસોટ તાલુકાના કુડાદરા ગામે પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતુ.

LEAVE A REPLY