Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખોવાયેલા સંબંધીને શોધવા માટે જગ્યા જગ્યા ઉપર દસ હજાર રૂપિયાની જાહેરાતના બેનરો લગાડવામાં આવ્યા…

Share

વિનોદભાઇ પટેલ

પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમ ના જાણે કોઈ જાણે જો સાચા પ્રેમ ને તો જુદા ના રહે કોઈ, આવો જ એક કિસ્સો અંકલેશ્વર શહેરમાં બનવા પામ્યો છે. જેમાં અંકલેશ્વરની સુદર્શન પોલીપેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતો એક યુવાન પાછલા કેટલાક દિવસોથી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુમ થયેલ વ્યક્તિ ના પત્ની નો ભાઈ અંકલેશ્વરના વિવિધ જગ્યાઓ ઉપર તેમના ગુમ થયેલા પોસ્ટરો લગાવી રહ્યો છે અને પોસ્ટરમાં જણાવ્યા મુજબ જે કોઈ મારા સંબંધીને શોધી આપે કે પછી તેમને જાણકારી આપે તેને 10 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત ના બેનરો લગાવતો એક વ્યક્તિ આજરોજ જોવા મળ્યો હતો. જેમાં તેને વધુ પૂછપરછ કરતાં વિનોદભાઈ યાદવ પાસેથી માહિતી મેળવતા તેમને જણાવ્યું હતું કે પાછલા કેટલા દિવસથી મારા જીજાજી કંપનીમાંથી જતા રહ્યા છે અને આ જ દિવસ સુધી ઘરે પરત આવ્યા નથી માટે હું તેમને શોધવાનો ગંભીર પ્રયત્ન કરી રહ્યો છું અને જગ્યા જગ્યા ઉપર 10000 રૂપિયા નામના ઇનામ ના જાહેરાત ના બેનરો લગાવી રહ્યો છું જેથી કરી મને મારા જીજાજી મળી જાય.

Advertisement


Share

Related posts

બેદરકાર તંત્ર : બગલીયામાં શાળા રિપેરિંગની રજૂઆત કરાયા બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર.

ProudOfGujarat

વાગરાના સારણ ગામે થયેલ ૩૦ લાખથી વધુની ચોરીનો ભેદ ભરૂચ LCB એ ઉકેલ્યો 

ProudOfGujarat

નર્મદાની નર્સિંગ સ્કૂલના અંધેર વહીવટને કારણે 78 વિદ્યાર્થીનીઓનું ભાવી અંધકારમય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!