Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માથી રૂ ૩.૫૦ કરોડની સનસનાટી ભરી લૂંટ

Share

 

ઘરે મહિલા-પુત્રને બાંધી દઈ રૂપિયા ભરેલા ૪ કોઠળા લૂંટી ગયા.

મંત્રીઓની હાજરી મા વ્યસ્ત પોલિસ-ગુનેગારો બેફામ….

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ગુરૂ કૃપા સોસાયટીમા શનિવારે ચાર લુંટારૂઓ એ રૂ/- ૩.૫૦  કરોડની થી વધુ રોકડ રકમ ની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે. આ સનસનીખેજ ઘટનાની મળતી માહિતી અનુસાર મુળ રાજકોટના જેતપુરના રહેવાસી અને વર્ષોથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસેની કનોરીયા કોલોનીની નજીક આવેલી ગૂરૂ કૃપા સોસાયટીમા રહેતા મનસુખભાઈ નારણભાઈ રાદડીયા વેપારી છે તેઓના ઘરે શનિવારે તેમના પત્ની શીતલબેન અને તેમનો ૯ વર્ષીય પુત્ર નીલ ઘરે એકલા હતા.

Advertisement

તે દરમ્યાન કોઈ ચાર અજાણ્યા ઈસમો મારૂતી એર્ટીગા કાર લઈને તેમના ઘરની બહાર પાર્ક કરીને ઘરમા ખુલ્લા દરવાજા મા પ્રવેશી ગયા હતા. અને શીતલબેન ને ક્લોરોફોમ જેવુ દ્રવ્ય રૂમાલથી સુગાંડી અર્ધબેભાન કરી દીધા હતા. ત્યાર બાદ નાનકડી ગન જેવુ શસ્ત્ર બતાવીને ધમકાવી લૂંટારૂઓ એ

શીતલબેન અને તેમના પુત્ર નીલ ના હાથ પગ બાંધી દીધા હતા.

લૂંટારૂઓએ ત્યારબાદ જાણે અગાઉથી ખ્યાલ હોય એમ ઘરના બેડરૂમમા બંધ કર્યા હતા. ત્યાર બાદ બેડરૂમના ફર્નિચર વાળા કબાટના માળિયામાથી રોકડ રકમ રૂ/-  ૩.૫૦ કરોડ ભરેલા ચાર થેલાની લૂંટ ચલાવી હતી. આ સાથે હિસાબની ડાયરી તથા એક મોબાઈલ કિંમત રૂપિયા. ૪૦૦૦/- મળી કુલ ૩,૫૦,૪૦૦૦/- ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મનસુખ રાદડીયા ને જાણ થતા તેઓએ તાત્કાલિક જી.આઈ.ડી.સી પોલીસ મથક ને જાણ કરી હતી. પોલીસે આ સનસનાટી ની લૂંટ અંગે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. જિલ્લા ભરમા નાકાબંધી નો હુકમ પણ કરી દેવાયા છે. આ ઘટનાના પગલે પોલિસ તંત્ર ઉપરાંત નાગરિકોમા પણ ખળભળાટ ફેલાઈ જવા પામ્યો છે. ખાસ તો નોંધનીય ઘટના એ છે કે હાલ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે મંત્રીઓના રોજના અંકલેશ્વર મા ધામા હોય છે. શનિવારે મંત્રી સૌરભ પટેલ પણ જી.આઈ.ડી.સી મા જ હાજર હતા તેમ છટા લૂંટારૂઓએ આ લૂંટને અંજામ આપવામા સફળ થયા. મંત્રીઓના બંદોબસ્ત મા વ્યસ્ત પોલીસોને ગેરફાયદો લૂંટારૂઓ ઉઠાવી ગયા એ નિશ્નિત બાબત છે. હવે પોલિસ આ અંગે કેવી ઝડપી કામ ગીરી કરે છે. એ જોવુ રહ્યુ…!!! જો કે આ સમગ્ર ઘટનામા ચોંકાવનારો પ્રશ્ન એ છે કે વેપારી મનસુખભાઈ રાદડીયા એ આટલી મોટી રકમ ઘરમા કેમ સાચવી . આ અંગે અંકલેશ્વર ડીવાયએસપી ઝાલાએ ટેલિફોનીક વાતચીતમા જણાવ્યુ હતુ કે પ્રાથમિકતા હાલતો લૂંટારૂઓની તપાસની છે. મનસુખભાઈ ના જણાવ્યા અનુસાર તેઓ પોતાની તમામ આવક છેલ્લા ૧ વર્ષીથી ઘરેજ સાચવતા હતા. સમગ્ર ઘટના પરથી લૂંટારૂઓ જાણભેદુ હોય એ શંકાને પણ નકારી શકાય એમ નથી. ત્યારે આ ચકચારી લૂંટના અનેક પાસા ચકાસવાના બાકી છે. નોટબંધી, જી.એસ.ટી જેવા કાયદા વચ્ચે આટલી મોટી રકમ ઘરે મુકી રાખવાનો હેતુ શું હોઈ શકે એ બાબતે હવે કદાચ ઈન્કમ ટેક્ષ તેમજ ઈ.ડી પણ આ દિશામા ધ્યાન દોરો એ શક્ય છે. આ ઘટનાએ ભારે ખળબળાટ ફેલાવ્યો છે.


Share

Related posts

રાહુલ ગાંધીનો ભાવનગર સહિત ગુજરાતનો પ્રવાસ અચાનક રદ..

ProudOfGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

ProudOfGujarat

મોદી શાસનના સાત વર્ષ પુર્ણ થવા નિમીત્તે ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!